ફાસ્ટેગ પહેલી જાન્યુઆરી 2021 થી સરકાર દ્વારા દેશભરમાં વાહન ચાલકો માટે ફાસ્ટટેગ ફરજિયાત કરી લેવાના પગલે વિવિધ ટોલનાકા ઉપર કેશની લાઇન બંધ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે . જેના પગલે વાહનચાલકોએ ફરજીયાત ફાસ્ટટેગ લેવા પડશે .
બીજી તરફ થી 20 કિલોમીટરની ત્રીજીયામાં રહેતા લોકોના વાહન ચાલકોને રાહત દરે પાસ કાઢી આપવામાં આવશે . નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલા પરિપત્ર જણાવે છે કે વાહનચાલકો માટે ટોલ મુક્તિ હવે ભૂતકાળ બની જશે . ટોલનાકા પરથી પસાર થનાર વાહનચાલકોએ પૈસા ચૂકવવા પડશે .
આ અંગે હાઇવે ઓથોરિટી દ્વારા બહાર પાડેલા પરિપત્રમાં જણાવ્યું છે કે જેમની અવરજવર રોજિંદી છે અને 20 કિલોમીટર માં જે લોકો રહે છે તેમને માટે માસિક પાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે . એટલે કે તેમને એવા લોકો માટે રૂપિયા 275 રૂપિયા નો માસિક પાસ નીકળશે