એવું કહેવામાં આવે છે કે કોઈ પણ સમયે સખત મહેનત અને કુશળતાના જોરે કોઈ વ્યક્તિ પોતાનું નસીબ પલટાવી શકે છે.લાખો રૂપિયા કમાવવા માટે વધારે ભણવું જરૂરી નથી.પરંતુ તે મહત્વનું છે કે તેમાં કંઈક કરવાની ખૂબ ઇચ્છા કેટલી છે એ વધારે મહત્વનુ છે.ગુજરાતની 62 વર્ષીય મહિલાએ માત્ર એક જ વર્ષમાં 1 કરોડ 10 લાખ રૂપિયાનું દૂધ વેચીને રેકોર્ડ બનાવ્યો છે.
ખરેખર,અમે જે હોશિયાર મહિલાની વાત કરી રહ્યા છીએ તે બનાસકાંઠા જિલ્લાના નાગણા ગામની નવલબેન દલસંગભાઇ ચૌધરી છે.જેઓ અભણ છે પણ તેમના વિસ્તારમાં શ્વેતક્રાંતિ લાવવાનું કામ કરી રહ્યા છે.નવલબેન દર મહિને 10 લાખનું દૂધ વેચીને 3.50 લાખનો નફો મેળવી રહ્યા છે.દૂર ગામડાઓમાંથી લોકો તેમની પાસેથી કમાણીનો વિચાર લેવા આવે છે.
નવલબેન દલસંગભાઇએ પોતાના ઘરે જ તબેલો છે,આ તબેલામાં 80 ભેંસ અને 45 ગાય છે.નવલબેન કહે છે કે મારા ચાર પુત્રો છે જે અભ્યાસ કરીને નોકરી કરે છે,પરંતુ તેમની કમાણી મારા કરતા ઓછી છે.બનાસકાંઠા જિલ્લામાં તે પ્રથમ છે કે જેમણે આ કેસમાં 2020 માં 1 કરોડ 10 લાખ દૂધ વેચ્યું છે.તેમણે ગયા વર્ષે 2019 માં 87.95 લાખ રૂપિયાના દૂધનું વેચાણ કર્યું હતું.
જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમને બે લક્ષ્મી એવોર્ડ અને ત્રણ શ્રેષ્ઠ પશુપાલકનો એવોર્ડ એનાયત કર્યો છે.તે તેમની આવક સાથે ગામમાં લગભગ 15 લોકોને રોજગારી આપી રહી છે.જેઓ તેમના પશુઓની સંભાળ રાખે છે.નવલબેન પોતે આ ગાય અને ભેંસને સવાર- સાંજ પોતાના હાથથી જ દૂધ દોવે છે.
બનાસકાંઠા જિલ્લાના ચારડા ગામની એક અભણ મહિલા કનુબેન ચૌધરી સફળતાનું આવું જ ઉદાહરણ રજૂ કરી રહી છે.જેમણે લોન લઈને 10 પશુઓથી ઘરેલું તબેલાનો ધંધો શરૂ કર્યો હતો,તેઓ તેમની મહેનતને કારણે આજે એટલી ઊંચાઈએ પહોંચી ગયા છે કે તેઓ દર મહિને પાંચથી સાડા છ લાખ રૂપિયાની આવક મેળવી રહ્યા છે.આ સફળતા માટે તેમને પણ ઘણા એવોર્ડ મળ્યા છે.