Ticker

6/recent/ticker-posts

પોતાની જાતને ખુશ રાખવા માટે આ રીતે હેપ્પી હૉર્મો-ન્સને કરો બૂસ્ટ...





 દરેક વ્યક્તિ ખુશ રહેવા ઇચ્છે છે પરંતુ કારણ બહાર શોધતા રહે છે, જ્યારે ખુશ રહેવાનું કારણ પોતાની અંદર જ છુપાયેલુ હોય છે. શું તમે જાણો છો કે આપણા શરીરમાં ચાર પ્રકારના હેપ્પી હૉર્મો-ન્સ હોય છે જે સિરોટોનિન, એન્ડોર્ફિન, ઑક્સીટૉક્સીન અને ડોપામાઇન કહેવાય છે. આપણું ખુશ હોવું આ હૉર્મો-ન્સ પર જ આધારિત હોય છે. જ્યારે બોડીમાં આ હૉર્મો-ન્સની ઉણપ સર્જાય છે ત્યારે માનસિક રીતે આપણે પરેશાન રહીએ છીએ, જેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. એટલા માટે જરૂરી છે કે ખુશ રહેવા માટે સૌથી પહેલા આ હેપ્પી હૉર્મો-ન્સને બૂસ્ટ કરવામાં આવે. આ હૉર્મો-ન્સને કેવી રીતે બૂસ્ટ કરી શકાય છે. જાણો, હેપ્પી હૉર્મો-ન્સને બૂસ્ટ કરવાની કેટલીક ટિપ્સ...

ઑક્સીટોસિન

આ હૉર્મો-નને લવ માટે ઓળખવામાં આવે છે. ઑક્સીટોસિન નામનું આ હૉર્મો-ન ખૂબ જ ફેમસ છે. આ હૉર્મોન ત્યારે ઉત્સર્જિત થાય છે જ્યારે આપણે પ્રેમનો ઇઝહાર કરીએ છીએ અથવા તે વ્યક્તિની સાથે રહીએ છીએ જ્યારે તે દિલની નજીક હોય છે. આ હૉર્મો-નને બૂસ્ટ કરવા માટે જીવનસાથી સાથે સારો સમય વિતાવો. કૉમેડી શો જુઓ અને એક્સરસાઇઝ કરો. જેને તમે પ્રેમ કરો છો તેને ગળે લગાઓ. મિત્રોને સારા મેસેજ કરો. બાળકો અને પોતાના પેટ્સ સાથે રમો.

ડોપામાઇન

ડોપામાઇન હૉર્મો-ન ત્યારે રિલીઝ થાય છે જ્યારે આપણા મગજને સંકેત મળે છે કે તમને કોઇ રિવૉર્ડ મળવાનો છે. એટલા માટે આ હૉર્મો-નને રિવૉર્ડ કેમિકલ પણ કહેવામાં આવે છે. આ ડોપામાઇન હૉર્મો-નને બૂસ્ટ કરવા માટે પોતાનું ધ્યાન રાખો. પોતાની સુંદરતા પર અને તેના નિખારવા પર ધ્યાન આપો જેથી તમને પોતાની પ્રશંસા સાંભળવા મળે. પોતાને ગમતું ભોજન કરો. ગેમ રમો અને એવું કામ કરો જેનાથી સામેવાળુ વ્યક્તિ તમારી પ્રશંસા કરે.

સિરોટોનિન

આ હોર્મો-નને બૂસ્ટ કરવા માટે મેડિટેશન અને એક્સરસાઇઝ કરો. લૉનમાં ચાલો અને સવારનો કૂણો તડકો લો. ફૂલો જુઓ. પ્રાકૃતિક વાતાવરણની મજા લો. આ હોર્મો-નને મૂડ સ્થિર રાખવા માટે ઓળખવામાં આવે છે એટલા માટે જે દિવસે તમને મૂડ ઓફ લાગે તે દિવસે આ કામ કરો જેથી સિરોટોનિન હૉર્મો-નને બૂસ્ટ કરી શકાય.

એન્ડોર્ફિન

એન્ડોર્ફિન નામનાં આ હૉર્મો-નને બૂસ્ટ કરવા માટે તમે કૉમેડી શો જુઓ. ડાર્ક ચૉકલેટ ખાઓ. હંસવાની પ્રેક્ટિસ કરો. એક્સરસાઇઝ કરો. જોક્સ વાંચો અને સાંભળો. આ હૉર્મો-નને દર્દનાશક હૉર્મો-ન કહેવામાં આવે છે જેને બૂસ્ટ કરવાથી માનસિક કષ્ટને દૂર કરી શકાય છે.

સૌજન્ય : ગુજરાત સમાચાર